તંદુરસ્ત અને રોગમુક્ત રહેવા માટે વિટામિનવાળા ખોરાક લેવાની સલાહ અપાય છે. વિટામિનની ઉણપથી ઘણી શારીરિક તકલીફો અને રોગ
પેદા થાય છે. આ વિટામિન શું છે તે જાણો છો ?
આપણા ખોરાકમાં ચરબી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ વગેરે દ્રવ્યો હોય છે. ૧૨મી સદીમાં વિજ્ઞાાનીઓએ એક નવું દ્રવ્ય શોધી કાઢયું છે કે જે રોગોથી બચે છે તેને વિટામિન નામ અપાયું છે. ફળો, શાકભાજી, દૂધ, વગેરેમાં થોડા પ્રમાણમાં વિટામિન હોય છે પણ તે કામ મોટું કરે છે. વિજ્ઞાાનીઓએ ઘણા પ્રકારના વિટામીન શોધી તેને એ, બી, સી, ડી, ઇ અને કે જેવા નામ આપ્યા. વિટામીન શરીરમાં જઈ સીધી શક્તિ આપતા નથી પરંતુ પ્રોટીન અને એન્ઝાઇમ સાથે મળીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિનનો શરીરમાં સંગ્રહ થતો નથી એટલે દરરોજ ખાવા પડે.
વિવિધ વિટામિન વિવિધકામો કરે વિટામિન સી હાડકાને મજબૂત રાખે. તો વિટામિન એ આંખો માટે ફાયદાકારક છે. વિટામિન કે અને ઇ ચામડી માટે સારા વિટામીન બી અને સી પાણીમાં ઓગળે જ્યારે અન્ય ચરબીમાં ઓગળે છે. માત્ર ખોરાક જ નહીં સૂર્યપ્રકાશ દ્વારા ચામડીમાં પણ વિટામિન ડી તૈયાર થાય છે. વિજ્ઞાાનીઓએ સંશોધનો કરીને કયા કયા ખાદ્યપદાર્થોમાં કયા વિટામિન હોય છે તે શોધી કાઢયું છે.
No comments:
Post a Comment