વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર ચાર્લ્સ બેબ્જે ઇ.સ. ૧૮૨૨માં બનાવેલું.
કમ્પ્યુટર માટેનું પ્રથમ માઉસ ૧૯૬૪માં એન્જલબર્ટે બનાવેલું તે લાકડાનું હતું.
સામાન્ય રીતે માણસ એક મિનિટમાં ૨૦ વખત આંખ પલકારે છે પરંતુ કમ્પ્યુટર સામે બેઠેલો વ્યક્તિ માત્ર મિનિટના સાત પલકારા મારે છે.
કી બોર્ડની એક જ લાઇનનો ઉપયોગ કરીને સૌથી લાંબો લખાતો શબ્દ 'ટાઇપ રાઇટર' (Typewriter) છે.
વિશ્વની પ્રથમ હાર્ડડિસ્ક ૧૯૭૯માં બની હતી જેની ક્ષમતા પાંચ એમ.બી.ની જ હતી.
૧૯૮૦માં એક જીબીની પ્રથમ હાર્ડડિસ્ક બની તેનું વજન અને કિંમત ખૂબ જ વધુ હતા.
જાણીને નવાઈ લાગે પરંતુ કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી આદર્શ ભાષા સંસ્કૃત મનાય છે.
પ્રથમ કમ્પ્યુટર વાઇરસ મરેલી માખી હતી આજે દરરોજ હજારો નવા વાઇરસ સોફ્ટવેર બને છે.
ડિસેમ્બરની ૩૦ તારીખ કમ્પ્યુટર સિક્યુરિટી ડે તરીકે અને ડિસેમ્બરની બીજી તારીખ કમ્પ્યુટર સાક્ષરતા દિન તરીકે ઉજવાય છે.
ભારતમાં પ્રથમ કમ્પ્યુટર ૧૯૫૨માં કોલકાતા ખાતે લવાયેલું. ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર 'સિદ્ધાર્થ' હતું.
No comments:
Post a Comment